નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ૨૪-એપ્રિલથી મા-કાર્ડ કાઢવાની કામગીરી બંધ રહેતા લોકોએ ગણદેવી અને નવસારી સુધી જવાની નોબત વર્તાય રહી છે.
કોરોનાની બીજી લહેર આમ પ્રજા માટે ઘાતક સમાન નીવડી હતી. જેમાં સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે મા-કાર્ડની જાહેરાત કરી દેતા નવા કાર્ડ અને રીન્યુ કરાવનારાઓએ લોકો આવી રહ્યા છે.
પરંતુ મા-કાર્ડ કાઢવાની કામગીરી કરનારા ખાનગી એજન્સીનો કરાર પૂરો થઈ જતા સરકાર દ્વારા હવેથી સરકારી હોસ્પિટલમાંથી જ મા કાર્ડ કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો લાંબો સમય વીતવા છતાં ચીખલીની સરકારી હોસ્પિટલમાં મા-કાર્ડ કાઢવાની કામગીરીનો પ્રારંભ થયો નથી. વધુમાં એજન્સીનો કરાર ચાલુ હતો. તે દરમ્યાન પણ ચીખલી તાલુકામાં ૨૪-એપ્રિલથી મા-કાર્ડ કાઢવાની કામગીરી બંધ છે. હવે સરકારની જાહેરાત બાદ પણ મા-કાર્ડ ઇસ્યુ કરવાનું શરૂ કરવામાં આવ્યું નથી.
ચીખલી તાલુકામાં મા-કાર્ડની કામગીરી બંધ હોવાથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. જરૂરિયાત મંદ લોકો માટે ગંભીર બીમારીના સમયે સંજીવની સમાન મા-કાર્ડ સમયસર ઉપલબ્ધ ન થતા લોકોએ ભારે હાલાકી વેઠવાની નોબત વર્તાય રહી છે. ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા રસ દાખવી ચીખલીની સરકારી હોસ્પિટલમાં મા-કાર્ડ કાઢવાની કામગીરી ઝડપથી શરૂ થાય તે દિશામાં રસ દાખવવામાં આવે તે જરૂરી બન્યું છે.
ચીખલીની રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડો.દક્ષાબેન પટેલના જણાવ્યાનુસાર ચીખલીમવા મા-કાર્ડ કાઢવાની કામગીરી શરૂ થઈ નથી. મા-કાર્ડ માટેનું સોફ્ટવેર આવ્યું છે. પરંતુ સોફ્ટવેર અપડેટ થતું નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500