Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી એસ.ટી.ડેપો પાસેથી ચોરીના 6 મોબાઈલ સાથે યુવક ઝડપાયો

  • July 10, 2021 

ચીખલી પોલીસ એસ.ટી ડેપો પાસે તેમજ ચાર રસ્તા પાસે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, ઉધના રેલ્વે સ્ટેશન રોડ સાંઇબાબા મંદિર પાસે ફુથપાટ ઉપર રહેતા વચનારામ ભોમારામ મેઘવાળ પાસે ચોરીના મોબાઈલ છે અને જે સુરતથી બસમાં બેસી નવસારી થઇ ચીખલી તરફ જનાર છે અને શરીરે સફેદ અને ગ્રે કલરના લાઇનિંગ વાળો શર્ટ તથા ગ્રે કલરનો પેન્ટ પહેરેલ છે.

 

 

 

ઉપરોક્ત બાતમી મુજબનો માણસ ચીખલી એસ.ટી ડેપો ખાતે આવતા જેને રોકી પૂછપરછ કરી તલાશી લેતા તેની પાસેથી ચોરીના અલગ-અલગ કંપનીના 6 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા. જેની કિંમત રૂપિયા 64 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application