વાંસદા તાલુકાનાં જામલીયા ગામના ઉપલા ફળિયામાં રહેતી એક મહિલાના પુત્રને સુગરની બિમારી અને નાણાંની તકલીફને લઈ સતત ટેન્શનમાં રહેતી હતી. જેને પગલે મહિલા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ઘરની નજીક આવેલા વૃક્ષ પર ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંસદાનાં જામલિયા ઉપલા ફળિયામાં રહેતા સંદીપ ઈન્દુભાઈ ચવધરીની પત્ની ચંપાબેન (ઉ.વ. 32)ના પુત્રને સુગરની બિમારી હોય અને પૈસાની પણ તકલીફ હોવાને કારણે સતત ટેન્શનમાં રહેતી હતી. જોકે તેઓ ગત તા.19મી મેના રોજ 8.30 થી 10 કલાક દરમિયાન ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જઇ ઘરની બાજુમાં આવેલ જંગલમાં કંરજના વૃક્ષ ઉપર ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકના પતિ સંદીપ ચવધરીએ વાંસદા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application