વાંસદા તાલુકાના ચાંપલધરા ગામના ડુંગરી ફળિયામાં રહેતા અમરતસિંહ રાઠોડના ઘરે પશ્ચિમ વન વિભાગના કર્મીઓએ તપાસ કરતા પાસ પરમીટ વગરના જંગલ ચોરીની સાગી સાઇઝ નંગ 333 ઘ.મી. 6.384 બારી મોટી-1, ચોકટા નંગ -3, બારણા નંગ-2, બારી ફેમ-12, રઘા મશીન 2 મળી આવ્યા હતા. જેથી અમરતસિંહને પૂછતાં તેમણે મકાન મહેન્દ્રભાઈ મિસ્ત્રી અને બાબુભાઇ મિસ્ત્રીને ભાડા પેટે આપ્યું હોવાનું જણાવ્યું હતું અને સ્થળ ઉપર મહેન્દ્રભાઈ અને બાબુભાઇ મિસ્ત્રી મળી આવ્યા ન હતા. આમ, ભારતીય વન અધિનિયમ-1927ની કલમ મુજબ વન ગુના નોંધી અંદાજીત 2.50 લાખના ચોરીના સાગના બારી અને ચોકટા મીંઢાબારી ખાતાકીય ડેપોમાં જમા કરાવી ફરાર લાકડા ચોરોને પકડવાની કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પશ્ચિમ કરી રહ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application