વિદ્યાર્થીઓએ ઇતિહાસ, ખગોળ વિજ્ઞાન અને ભારતીય વિજ્ઞાન વારસાની માહિતી મેળવી વલસાડ સરકારી ઇજનેરી કોલેજ દ્વારા જી-૨૦ની થીમ પર તા.28 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર અને લેડી વિલ્સન મ્યુઝિયમની શૈક્ષણિક મુલાકાત ગોઠવવામાં આવી હતી. ધરમપુર ખાતે વિજ્ઞાન કેન્દ્રમાં વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023ની ઉજવણીની થીમ "ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલ બીઇંગ" પર સર સી.વી.રામનના જીવન ચરિત્ર પર એક પોપ્યુલર સાયન્સ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જી-20 નોડલ ઓફિસર ડૉ.ભદ્રેશ આર.સુદાણી અને આઈ.આઈ.સી. કોર્ડીનેટર ડૉ.આર.સી.માલણ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓ માટે એક પ્રેઝન્ટેશન સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિવિધ ગેલેરીઓનું અવલોકન, વિવિધ પ્રકારના શો, 3ડી ચલચિત્ર, ઇનોવેશન હબ, મીરર ગેલેરી, રોબોટિક્સ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો વગેરે જેવી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ આયોજીત કરવામાં આવી હતી.
વધુમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લેડી વિલસન મ્યુઝિયમની પણ મુલાકાત કરવામાં આવી હતી. લેડી વિલ્સન મ્યુઝિયમ ખાતે વિદ્યાર્થીઓ માટે ખાસ ગોઠવવામાં આવેલા કાર્યક્રમમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ અને લેડી વિલ્સન મ્યુઝિયમના ડાયરેક્ટર ડૉ.ઇન્દ્રા વત્સ દ્વારા સોલ્યુશન ઓફ લાઈફ વિષય પર સુંદર પ્રેઝન્ટેશન દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઇતિહાસ, ખગોળ વિજ્ઞાન અને ભારતીય વિજ્ઞાન વારસા પર પ્રેઝન્ટેશન દ્વારા લાભ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500