નર્મદા જિલ્લામાં એક બાદ એક અકસ્માતનો સિલસિલો હથાવત રહેતા જેમાં ડેડીયાપાડા હાઇવે માર્ગ ૫૨ રોજીંદા અકસ્માત પોલીસ ચોપડે નોંધાયો છે. મળતી માહિતી મુજબ ગતરોજ વધુ બે અકસ્માતની ઘટના બની છે, જેમાં એકનું મોત નિપજ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દેડીયાપાડા-મોવી સ્ટેટ હાઈવે પર બાઈક લઈને જતાં હતા. તે સમયે શૈલેષ પુનીયાભાઇ વસાવા (રહે.ગાજરગોટા તા.દેડીયાપાડા જિ.નર્મદા) પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવી સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી સ્લીપ ખવડાવી બાઈક રોડની સાઈડમાં આવેલ ભેખડ સાથે અથડાતા રાહુલ દમણીયાભાઇ વસાવા (૨હે. ગાજરગોટા) નાંને ઈજાઓ થઈ છે.
તેમજ શૈલેષને પણ માથાનાં ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. જે સમયગાળામાં આ ઇજાગ્રસ્તનું સ્થળ ઉપર જ મોત થયું છે. જ્યારે બીજા અકસ્માતમાં એક કન્ટેનર ગાડીનાં ચાલકે પોતાનું કન્ટેનર પુરઝડપે રોંગ સાઈડે હંકારી લાવી આઈસર ટેમ્પોને સામેથી અકસ્માત કરી ચાલક વિક્રમ દિનેશભાઇ તડપદાને ઇજાઓ પહોંચાડી કન્ટેનરનાં ચાલકને પણ ઈજા પહોંચાડી કન્ટેનર મુકી નાશી ગયો છે. ત્યારે આ ભાગી ગયેલા ઈસમ સામે ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application