Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો માંથી રૂપિયા 4.39 લાખના વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

  • February 26, 2021 

ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી દરમિયાન પોલીસને મળેલ બાતમીનાં આધારે એક ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીવાળો ટેમ્પો આવતા જોઈ પોલીસે તેને રોકી ટેમ્પાને ચેક કરતા શેરડીની બાંડીના નીચે વિદેશી દારૂના પ્લાસ્ટીકના હોલ નંગ-60 કીંમત રૂપિયા 31,500/- તથા પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-36૦૦ કીંમત રૂપિયા 3,60,000/- તથા બીયર નંગ-480 કીંમત રૂપિયા 48,000/- તથા મોબાઇલ નંગ-1 કીંમત રૂપિયા 500૦/- તથા ટાટા ટેમ્પા-1 જેની કીંમત રૂપિયા 2,૦૦,000/- તથા રોકડ રકમ રૂપિયા ૩૩૦/- મળી કુલ રૂપિયા 6,44,830/-ના મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલક રવિદાસ ઉર્ફે રવિન્દ્ર સામનસીંગ તડવીને પકડી તેની પુછપરછ દરમિયાન, સ્વપનીલ મોહનભાઇ, દિપીલભાઇ માનસીંગ, સંદિપ છોટુલાલ ભોઇ (તમામ રહે.નંદુરબાર) તેમજ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ પણ ગુનામાં સંડોવાયેલ હોય જેથી તમામને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ કબ્જે કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application