Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છેલ્લા પાંચ વર્ષની ચૂંટણીઓમાં નોટાને કુલ 1.29 કરોડ વોટ મળ્યા

  • August 05, 2022 

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા જારી કરવામાં આવેલ અહેવાલ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં નોટાને કુલ 1.29 કરોડ વોટ મળ્યા છે. આ આંકડા 2018થી 2022ની વચ્ચે થયેલી વિધાનસભા ચૂંટણીઓના છે. આ રિપોર્ટ અનુસાર રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં નોટા માટે સરેરાશ 64,53,652 વોટ નાખવામાં આવ્યા હતાં. એડીઆરએ સલાહ આપી છે કે, વિધાનસભા વિસ્તારમાં નોટાને આપવામાં મતોની સંખ્યા તમામ ઉમેદવારોને મળેલા મતથી વધારે હોય તો કોઇ પણ ઉમેદવારને ચૂંટવો ન જોઇએ અને ફરીથી ચૂંટણી કરાવવી જોઇએ.




જેમાં અગાઉના કોઇ પણ ઉમેદવારને ઉભા રાખવા ન જોઇએ. એડીઆરનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નોટાને સૌથી વધુ મત બિહારના રેડ એલર્ટવાળા 217 વિધાનસભા વિસ્તારોમાં મળ્યા છે. લોકસભા ચૂંટણીમાં નોટાને મળેલા મતોની વાત કરીએ તો બિહારની ગોપાલગંજ બેઠક પર સૌથી વધુ 51,660 વોટ નોટાને આપવામાં આવ્યા હતાં.




બિહારની વિધાનસભા ચૂંટણીમાં નોટાને કુલ 7,06,252 મતો મળ્યા હતાં. જ્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નોટાને કુલ 43,108 મતો મળ્યા હતા. ગોવા વિધાનસભા ચૂંટણીમાં નોટાને કુલ 10,629 મતો, મણિપુરમાં 10,349 મતો, પંજાબમાં 1,10,308 મતો, ઉત્તર પ્રદેશમાં 6,37,304 મતો, ઉત્તરાખંડમાં 46,840 મોત નોટાને મળ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application