Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલા ખાતે G-20 અંતર્ગત યોજાયેલી “રન ફોર યુનિટી”ને પ્રસ્થાન કરાવતા નગરપાલિકા પ્રમુખ

  • March 29, 2023 

નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેની રાહબરીમાં પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકો અને યુવાનો જી-૨૦ સાથે અર્થપૂર્ણ રીતે જોડાય, જાગૃતતા કેળવાય તેવા શુભ આશય સાથે સવારે ૮:૦૦ કલાકે “રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ” હેઠળ રન ફોર યુનિટી યોજાઈ હતી. જેને રાજપીપલા નગર પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના આચાર્ય ડો.એચ.એસ. પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.






ચાલુ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ જી-૨૦નું યજમાનપદ ભોગવી રહ્યું છે ત્યારે દેશભરમાં તે અનુસંધાને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ આ અંગેનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત રાજપીપલા ખાતે યોજાયેલી રન ફોર યુનિટીનું રજવાડી નગરીના પ્રવેશદ્વાર એવા કાલાઘોડા સર્કલથી શરૂ કરી શહેરના મૂખ્ય માર્ગ પરથી પસાર થઈને સૂર્ય દરવાજા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.






અંદાજે બે કિમી સુધીની આ દોડમાં સામેલ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. “રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ”ના સમગ્ર આયોજન સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.પટેલે એક સંવાદમાં જણાવ્યું હતું કે, જી-૨૦ સમિટ ૨૦૨૩માં ભારત દેશને યજમાન પદ મળ્યું છે તે સંદર્ભે આજરોજ રાજપીપલા ખાતે પર્યાવરણની જાગૃતિ અંગે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગોએ પોતાની ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાવી હતી. જેના થકી સ્વસ્થ જીવનનો સંદેશો દેશના નાગરિકોને પાઠવ્યો છે તેમ તેઓશ્રીએ ઉમેર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News