સોનગઢનાં સરજામલી ગામમાં દીપડાના આંતકથી વન વિભાગે મુકેલ પાંજરામાં રાત્રે વધુ એક દીપડો પુરાઈ ગયો હતો. જોકે ગામમાં હજુ દીપડા દેખાતા હોવાથી લોકોમાં ભયનો માહોલ યથાવત છે. સરજામલીમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડો આંતક મચાવી રહ્યો છે. જોકે ગત તારીખ 22/06/2024ના રાત્રિનાં સમયે સરજામલી ગામના ખેતરમાં ઘર બનાવી રહેતા પરિવારની ગીંબલીબેન વસાવા (ઉ.વ.આશરે 50) પોતાના ઘરની બાજુમાં આવેલા એક કાચા બાથરૂમમાં સ્નાન કરી રહી હતી.
ત્યારે દીપડાએ અચાનક હુમલો કરી મહિલાને ઇજા પહોંચાડી હતી. આ ઘટના પછી વન વિભાગે સરજામલી ગામમાં પાંજરા ગોઠવ્યા હતા. તે પૈકીના એક પાંજરામાં તારીખ 25/06/2024નાં રાત્રે એક દીપડો પુરાઈ ગયો હતો. ત્યારબાદ ગત તારીખ 16/07/2024નાં રાત્રે વધુ એક કદાવર દીપડો પાંજરે પુરાયો છે. સરજામલી ગામે રહેતા કિશનભાઈ સોનીયાભાઈ વસાવાના ઘર પાસે દીપડાની અવર જવરથી ઘરની લગોલગ મુકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાઇ ગયો હતો. જોકે ગામમાં હજુ દીપડા ફરતા હોવાથી લોકોમાં ભયનો માહોલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application