મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તામાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે દાઉદને ઝેર આપવામાં આવ્યું છે, જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. વર્ષ 1993નાં મુંબઈ સિરિયલ બ્લાસ્ટના ગુનેગાર અને વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનના કરાચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયાના રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે, દાઉદને ઝેર આપીને મારી નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જોકે હજુ સુધી આ સમાચારની કોઈએ પુષ્ટિ કરી નથી. હાલ દાઉદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દાઉદને કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે તેમજ એવુ કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં દાઉદને દાખલ કરાયો છે તે ફ્લોર પર ફક્ત હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓ અને પરિવારના સભ્યોને જ અહીં આવવાની મંજૂરી આપવામાં આવી છે. ડી-કંપની ચીફ દાઉદ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ છે. આ હુમલામાં 250થી વધુ લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં હજારો લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના બાદ ભારતે દાઉદને મોસ્ટ વોન્ટેડ આતંકવાંદી જાહેર કરવામાં આવ્યો હતો. દાઉદ ભારતમાંથી ભાગેડુ છે અને તે ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં છુપાયેલો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application