ગૂગલે જણાવ્યું છે કે, YouTube એ એપ્રિલ અને જૂન 2023માં ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ ભારતમાંથી બનાવવામાં આવતા લગભગ 20 લાખ જેટલા વિડીયો હટાવવામાં આવ્યા છે. અગાઉ, કંપનીએ નીતિઓના ઉલ્લંઘન માટે જાન્યુઆરી અને માર્ચ 2023 દરમિયાન ભારતમાં તેના પ્લેટફોર્મ પરથી 1.9 મિલિયનથી વધુ વિડીયો દૂર કર્યા હતા.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ગુગલ ફોર ઈન્ડિયા 2023 ઈવેન્ટમાં કંપની દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે વૈશ્વિક સ્તરે વિડિયો-સ્ટ્રીમિંગ જાયન્ટે આ સમયગાળા દરમિયાન નિયમોના ઉલ્લંઘન માટે 6.48 મિલિયનથી વધુ વિડીયો દૂર કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગૂગલે પોતાના કન્ટેન્ટ ગાઈડલાઇનની સુનિશ્ચિતતાને લઈને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. કંપનીએ Google Pay ની સુરક્ષા સુવિધાઓને પણ હાઇલાઇટ કરી હતી. પ્લેટફોર્મ વપરાશકર્તાઓને તેમની પસંદગીની ભાષામાં શંકાસ્પદ વ્યવહારો વિશે તરત જ ચેતવણી આપતું રહે છે અને છેતરપિંડીના પ્રયાસોને અસરકારક રીતે રોકવાના પ્રયાસો કરે છે.ગૂગલનું કહેવું છે કે આ સક્રિય અભિગમ અત્યંત સફળ રહ્યો છે, જેમાં Google Pay દ્વારા ગત વર્ષે કથિત રીતે રૂ. 12,000 કરોડના કૌભાંડો અટકાવવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500