એસ્પીરેશનલ નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોના જમીનની ફળદ્રુપતા, ઉત્પાદકતા, વેચાણ, આવક અને ગ્રાહકોની માંગમાં વધારો થાય અને ખેડૂતોના સમૃદ્ધિના દ્વાર ખૂલે તેવા ઉમદા આશય સાથે આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ વિશ્વસનીય અને અનુભવી ખેતી નિષ્ણાંતો દ્વારા ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન જિલ્લાના નાંદોદ, તિલકવાડા, ગરૂડેશ્વર, દેડિયાપાડા અને સાગબારા તાલુકાના મોટાભાગના ગામોને આવરી લઈને કુલ ૨૮૦થી વધુ ખેડૂત તાલીમ શિબિર યોજીને અંદાજિત ૮ હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોના દ્રષ્ટિકોણ હવે બદલાઈ રહ્યાં છે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે પરિણામલક્ષી પ્રયાસો કરી રહ્યાં છે, ત્યારે નર્મદા જિલ્લા તંત્ર તેમાં સહભાગી થઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ દોરી સરાહનીય કામગીરી કરી રહી છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા પોષણમાં સુધારો થાય છે, જેના કારણે પાકનું સ્વાસ્થ્ય અને સાથે માનવ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. કુદરતી તત્વોથી તૈયાર થયેલા સેન્દ્રીય ખાતરોના કારણે જમીનની ફળદ્રુપતામાં વધારો તો થાય જ છે. પરંતુ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ફળફળાદી સ્વાદે વધુ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે.
રસાયણિક ખાતરો અને દવાઓનો ખર્ચ તો ઘટે જ છે, પ્રકૃતિના તત્વોથી ખેતી કરવાના કારણે ઉત્પાદનમાં પણ વધારો થાય છે. આજે લોકો હાઈજીનને વધુ મહત્વ આપી રહ્યાં છે, ત્યારે સ્વાભાવિક છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત વસ્તુઓની બજાર માંગ ધીરે ધીરે વધવાની જ છે. ટૂંકમાં પ્રાકૃતિક ખેતી ખેડૂતોના સમૃદ્ધિના નવા દ્વાર ખોલવા સક્ષમ છે. શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પ્રાકૃતિક ખેતીની સમજ જરૂરિયાત, મહત્વતા તેમજ લાભકારતા અંગે જાણકારી આપી માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરે નિદર્શન દ્વારા રૂબરૂ જાણકારી આપવામાં આવી હતી સફળ ખેડૂતોની વાત સ્વમુખે અન્ય ખેડૂતોને સંભળાવી તેઓનો વિશ્વાસ મજબૂત કરવાનું સરાહનીય કાર્ય આત્મા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500