સૂર્યપુત્રી તાપી નદી ઉપર આવેલા ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત નવા પાણીની આવક આજે શુક્રવારે સાંજે પણ યથાવત રહેવા પામી છે ઉકાઈ ડેમમાં સાંજે છ વાગ્યે ૧૬,૯૩૪ ક્યુસેક પાણીની આવક આવી રહી હોય એટલી જ માત્રામાં પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે અને ઉકાઇ ડેમની સપાટી ૩૪૫.૦૨ ફૂટ નોંધાઈ છે.
ઉકાઈ ડેમના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ડેમના ઉપરવાસમાં અત્યારે વરસાદ બંધ છે અને ઉપરવાસમાં આવેલા પ્રકાશા ડેમ માંથી તાપી નદીમાં ૯,૩૧૪ ક્યુસેક પાણી નો જથ્થો છોડવામાં આવી રહ્યો છે પ્રકાશા ડેમ ના ઉપર મધ્યપ્રદેશમાં આવેલા હથનુર ડેમમાંથી ૧૬,૧૦૩ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ તમામ જળ રાશિ નો જથ્થો ઉકાઈ ડેમમાં ઠલવાઈ રહ્યો છે જેને લઇને આજે સાંજે ૬ વાગ્યે ઉકાઈ ડેમમાં ૧૬,૯૩૪ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે અને ડેમની જળ સપાટી ૩૪૫.૦૨ ફૂટએ પહોંચી ગઇ હોવાથી ડેમમાંથી આવા કે જેટલો જ ૧૬,૯૩૪ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે.
આ વર્ષે વરસાદની સ્થિતિ સાનુફૂળ રહેતા ઉકાઈ ડેમ ભોલેનાથ ક્ષમતા મુજબ 345 ફૂટે ભરાઈ ગયો હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાત માટે બે વર્ષ ચાલે તેટલું પીવાનું પાણી સ્ટોરેજ કરી દેવાયું છે તેમ છતાં ભાવનગર ડેમમાં નવા પાણીની આવક થઇ રહી હોવાથી આજની તારીખે પણ તાપી નદીમાં ૧૬,૯૩૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આ પાણીનો જથ્થો ડુમ્મસ દરિયા માં ઠલવાય છે જોકે સુરત શહેરની વચ્ચે વેડરોડ અને સિંગણપોર ને જોડતા વિયર કમ કોઝવે છેલ્લા ઘણા દિવસોથી ઉકાઈ ડેમ માથી પાણી છોડવામાં આવતા છલકાઈ જવાની ને લઈને કોઝવે ને અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને સાંજે ૬ કલાકે કોઝવે ની સપાટી ૭.૧૮ મીટર નોંધાઇ છે અને કોઝવે ઉપર થી ૬૮,૧૯૪ ક્યુસેક પાણી વહી રહ્યું છે જે ડુમ્મસના દરિયામાં ઠલવાઈ રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500