ખેડુત પરિવારના ચાર સભ્યોએ આર્થિક સંકડામણના કારણે સામુહિક આત્મહત્યા કરી જીવનની લીલા ટુંકાવી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોડાસા ના ગાજણ ગામના 32 વર્ષીય ખેડૂત કાળુસિંહ પરમાર તેમના પત્ની જયોતિકાબેન અને પુત્ર મયંક (ઉ.વ.7) અને ટનીયો (ઉ.વ.5) ગત 31મી ડીસેમ્બરને ગુરુવારના રોજ ઘરેથી ગૂમ થયા હતા. આ પરિવાર ગૂમ થયે હોવાની જાણવા જોગ કાળુસિંહના પિતા વકતુસિંહ ધુળસિંહે મોડાસા રુરલ પોલીસ સ્ટેશને શનીવારે બપોરે નોંધાવી હતી. પરંતુ ત્રણ દિવસથી અચાનક ગૂમ થઈ ગયેલ આ ખેડૂત દંપતી અને તેના બે પુત્રો શનિવારની માંડી સાંજે ગાજણ ગામના ધુળેટા તળાવ પાસેના ખરાબાના એક ઝાડ ઉપરથી ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતાં જ ચકચાર મચી હતી.
મોડાસા તાલુકાના ગાજણ ગામે 5 વર્ષ અને 7 વર્ષના બે પુત્રો સાથે ઝાડની ડાળીએ લટકી જીવન ટૂંકાવનાર ખેડૂત દંપતીના ચકચારી મોતને લઈ મોડાસા રુરલ પોલીસ સહિત જિલ્લા પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. અને આ હત્યા કે આત્મહત્યાના રહસ્મઈ ઘટનાની સઘન તપાસ હાથ ધરાઈ હતી.
મોડાસા રુરલ પોલીસને જાણ કરાતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. અને એક ઝાડ ઉપર જુદી બે દોરીમાં લટકતા 4 મૃતદેહોને જોઈ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીને જાણ કરાઈ હતી. જાણ થતાં જિલ્લાના ડીવાયએસપી, એલસીબી સહિતના શાખાધિકારીઓ અને ટીમો ગાજણ પહોંચી હતી. અને જરુરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. આમ એકજ પરિવારના બે નિર્દોષ ભૂલકાઓ તેમજ પતિ, પત્ની એ આત્મહત્યા કરી લેતાં આ ઘટના એ રુવાડાં ઉભા કરી દીધા હતા આર્થિક સંકડામણ ને લઈ આ પરિવારે સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સ્થળે ચર્ચાઈ રહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500