લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મિલિંદ દેવરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું છે. એવી અટકળો પહેલાથી જ ચાલી રહી હતી કે મિલિંદ કોંગ્રેસ છોડીને એકનાથની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાઈ શકે છે.
જોકે, એક દિવસ પહેલા જ તેણે આવી અટકળોને ફગાવી દીધી હતી.રાજીનામું આપતા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે કહ્યું કે આજે મારી રાજકીય સફરના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે. મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી સાથે મારા પરિવારનો 55 વર્ષ જૂનો સંબંધ ખતમ થઈ ગયો છે. હું તમામ નેતાઓ, સાથીદારો અને કાર્યકરોનો વર્ષોથી અતૂટ સમર્થન માટે આભારી છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application