Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગરુડેશ્વરનાં ઉમરવા જોષી ગામે કામદારનું ચક્કર આવ્યા બાદ મોત નિપજ્યું

  • March 12, 2025 

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઉમરવા જોષી ગામે જંગલમાં આગ લાગતા ફરજ ઉપર હાજર એક રોજમદાર કર્મચારીનું ચક્કર આવતા મોત નિપજ્યું હતું. મરનાર વિક્રમ માનસીંગ તડવી (ઉ.વ.૫૪ રહે.નઘાતપોર તા.ગરૂડેશ્વર,જિ.નર્મદા)ને તારીખ ૧૦-૩-૨૫ના રોજ ઉમરવા જોષી ગામથી માથાવાડી ગામ જતા રસ્તા ઉપર ટાંકીથી થોડા ઉપર જંગલમાં લાગેલી આગ ઓલવવાની કામગીરી વન કર્મીઓ કરી રહ્યા હતા. ત્યારે સ્ટાફને તરસ લાગતા વિક્રમ તડવી સ્ટાફ માટે પાણી લેવા ગયા હતા. પરંતુ તેમને અચાનક ચક્કર આવ્યા હતા અને તરસ લાગતા પાણી પીધુ તેના પછી તેમને ઊલટી થઈ અને તેઓ બેભાન થઈ ગયા હતા. તે પછી તેમને પીએચસી બોરીયા અને ત્યાંથી રાજપીપળા સિવિલમાં રિફર કરાતા મૃત જાહેર કરાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application