અરવલ્લી પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કર્યા બાદ મોડાસા પોલીસ સ્ટેશન અને બાદમાં ડીવાયએસપી કચેરી ખાતે લઈ જવાયા હતા. જ્યાં મૌલાના અઝહરીને પ્રાથમિક પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અઝહરીને કોર્ટમાં રજૂ કરીને મોડાસા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આ માટે અલગ અલગ 10 જેટલા મુદ્દાઓ પોલીસે તપાસ માટે રજૂ કર્યા હતા. જેના આધારે 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. મોડાસા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આમ હવે આગામી 17 ફેબ્રુઆરી સુધી મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બેંકમા ફંડિંગ સંદર્ભની વિગતો સહિત એટ્રોસિટી અને ભડકાઉ ભાષણના મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application