Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બજાર, જાહેર રસ્તાઓ, ગ્રામપંચાયતના ઘરો, આંગણવાડી, મંદીરો, બસ સ્ટેન્ડ, જેવા સ્થળોએ ગ્રામ પંચાયત સભ્યો, સરપંચ અને જાગૃત ગ્રામજનો દ્વારા સામૂહિક સાફ સફાઈ કરાઈ

  • October 17, 2023 

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 'ગાંધી જયંતી' બાદ બે મહિના માટે "સ્વચ્છતા હી સેવા" ઉપક્રમને જાળવી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલનાર છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં નાગરિકોના સમર્થનથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાચા અર્થમાં જનઆંદોલન બન્યું છે. તાપી જિલ્લામાં વિવિધ જાહેર જગ્યાઓ જેમ કે, બજાર વિસ્તાર, બસ સ્ટેન્ડ, જાહેર રસ્તાઓ, ગ્રામપંચાયતના ઘરો, આંગણવાડી, મંદીરો જેવા સ્થળોએ ગ્રામ પંચાયત સભ્યો,સરપંચશ્રી અને જાગૃત ગ્રામજનો દ્વારા સામૂહિક સાફ સફાઈ કરવામાં આવી રહી છે. તાપી જિલ્લામાં દરેક નાગરીક પોતાની આસપાસની ગંદકી દૂર કરી, સ્વચ્છતા રાખવા માટે વધુ કટિબદ્ધ બને તે સમયની માંગ છે. દરેક ગુજરાતી એક નાનું ડગલું સ્વચ્છતા તરફ માંડશે, તો જોત જોતામાં આપણું 'ગુજરાત વધુ સ્વચ્છ અને સુંદર' બનશે. સાથે પ્રજાજનોને દૈનિક જીવન ધોરણમાં પણ સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application