Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિમ કાર્ડ, એચડીએફસી ક્રેડિટ કાર્ડ, ગેસ સિલિન્ડર સંબંધિત ઘણા નવા નિયમો તારીખ 1 ડિસેમ્બર, 2023થી અમલમાં આવશે

  • November 30, 2023 

દર મહિને દેશમાં કેટલાક નિયમોમાં ફેરફાર થાય છે. વર્ષના અંત પહેલા બેન્કિંગ, ટેલિકોમ, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ફેરફાર જોવા મળી શકે છે. સિમ કાર્ડ, એચડીએફસી ક્રેડિટ કાર્ડ, ગેસ સિલિન્ડર સંબંધિત ઘણા નવા નિયમો તારીખ 1 ડિસેમ્બર, 2023થી અમલમાં આવશે. આવી સ્થિતિમાં, તમારા માટે ડિસેમ્બરથી લાગુ થનારા નવા નિયમોને જાણવું મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે આ નવા નિયમોની સામાન્ય લોકો પર શું અસર પડી શકે છે? કેન્દ્ર સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી સિમ કાર્ડ સંબંધિત નવો નિયમ સિમ કાર્ડની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અનુસાર, હવે KYC વગર સિમ કાર્ડ ખરીદી શકાશે નહીં. આ સિવાય એક આઈડી પર મર્યાદિત સિમ કાર્ડ વેચવાનો નિયમ પણ લાગુ કરવામાં આવશે.



આનું ઉલ્લંઘન કરનાર ગુનેગારને 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલની સજા થઈ શકે છે. આ નવા નિયમો હેઠળ, સિમ કાર્ડ વેચનારને નોંધણી કરાવવી પડશે અને સિસ્ટમ હેઠળ KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. નવા નિયમો હેઠળ, HDFC બેંક તેના Regalia ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરશે. તારીખ 1 ડિસેમ્બરથી લાઉન્જ એક્સેસ મેળવવા માટે યુઝર્સને વર્ષના ક્વાર્ટર દીઠ રૂ.1 લાખ કે તેથી વધુ ખર્ચ થશે. જાન્યુઆરીથી માર્ચ, એપ્રિલથી જૂન, જુલાઈથી સપ્ટેમ્બર, ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં, યુઝર્સએ 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે, તે પછી જ તેઓ લાઉન્જ ઍક્સેસ મેળવી શકશે. યુઝર્સ એક ક્વાર્ટરમાં માત્ર બે વાર જ લાઉન્જ એક્સેસનો લાભ લઈ શકશે.



આ માટે 2 રૂપિયાની ટ્રાન્ઝેક્શન ફી પણ છે. જ્યારે, માસ્ટરકાર્ડ વપરાશકર્તાઓ પાસેથી 25 રૂપિયાની ફી લેવામાં આવશે, જે પછીથી રિફંડ કરવામાં આવશે. આવતા મહીને LPG સીલીન્ડરની કિંમતમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. નવેમ્બર મહિનામાં કર્મશિયલ LPG સીલીન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. એક અનુમાન પ્રમાણે એવું પણ કહી શકાય કે આમાં પણ લગ્નની સિઝનના કારણે ભાવ વધારો જોવા મળ્યો છે. પરંતુ ઘર વપરાશ માટે વાપરવામાં આવતા LPG સીલીન્ડરની કિંમતમાં ફેરફાર થવી સંભાવનાઓ ખુબ જ ઓછી છે. RBI દ્વારા લોન સંબંધિત નિયમો તારીખ 1 ડિસેમ્બર, 2023થી લાગુ કરવામાં આવશે. આ હેઠળ, લોન ચૂકવ્યાના 1 મહિનાની અંદર લોન આપવા માટે બેંક દ્વારા સબમિટ કરવામાં આવેલ મિલકતના દસ્તાવેજો પરત કરવા જરૂરી રહેશે. જો બેંક આમ નહીં કરે તો તેને 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application