Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

  • August 19, 2021 

વ્યારા નગરમાં ગતરોજ બપોર બાદ સારો વરસાદ પાડ્યો હતો અને નગરના વિવધ વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા જેને લઈને જન જીવન ખોળવાઈ ગયુ હતું. વ્યારા નગરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહારમાં પણ મુશ્કેલી પડી હતી.

 

 

 

 

તાપી હવામાન વિભાગની આગાહીના ફ્લે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરજ મન મુકીને વરસી રહ્યા છે. જિલ્લામાં જુન, જુલાઈ, અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ ઝરમરિયો વરસાદ આવ્યો હતો જેના પગલે તાપી જિલ્લામાં આકાશી ખેતી પર નભતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકે ગયા હતા. જોકે, સંકટ સમયે ચોમાસું જામી રહેતા મેઘરાજએ આગમન કર્યો હતો. તાપી જિલ્લાનાં નિઝરમાં અને સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીઓમાં વરસાદનું પાણી ઉમેરાયું હતું. વાલોડ, વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને ડોલવણ વિસ્તારમાં ખેડૂતોના પાકને નવજીવન મળ્યું હતું.

 

 

 

 

જયારે વ્યારા નગરમાં સવારથી જ આવેલા વરસાદ સાંજ સુધી હળવા અને ભારે ઝાપટા અને દિવસભર છવાયેલા કાળા-કાળા વાદળોને કારણે સૂર્ય દેવના દર્શન પણ ન થયા હતા અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા વ્યારા નગરજનોએ વરસાદના કારણે ઠંડક મળતા રહતા અનુભવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application