ઉત્તર પ્રદેશના ઝાંસીમાં અસદ અહેમદની પોલીસ કસટડીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે. માફિયા માંથી રાજકારણી બનેલા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પણ હત્યા કરી દેવામાં આવી છે. બંનેને મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અતિક અહેમદ બીએસપી ના ધારાસભ્ય ઉમેશ પાલ હત્યાકાંડનો મુખ્ય આરોપી હતો.
પ્રયાગરાજના કોલ્વિન હોસ્પિટલની પાસે આ હુમલો ત્યારે થયો, જ્યારે પોલીસની ટીમ અતીક અને અહેમદને લઈને જઈ રહી હતી. આ દરમિયાન ત્રણ-ચાર હુમલાખોરો અચાનક વચ્ચે પહોંચ્યા અને તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે હુમલાખોરોને સ્થળ પર જ દબોચી લીધા હતા. આ આખા હુમલાનો પોલીસ અને મીડિયાની સામે કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા છે. ત્રણેય હુમલાખોરના ગળામાં ID કાર્ડ હતા તેમજ હુમલાખોરોએ 10 રાઉન્ડ ફાયરિંગ કર્યાના અહેવાલ પણ મળી રહ્યા છે. હત્યારાઓ મીડિયાકર્મી બનીને આવ્યાની પણ વાત મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application