Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર પુલની રેલિંગ તોડી રોડ ઉપર નીચે ખાબકી

  • March 23, 2024 

મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ ઉપરથી કાર નીચે ખાબકતા કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું છે, આમ અકસ્માત સમયે કારની સ્પીડ વધુ હોવાનું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. મોરબી શહેરની ત્રાજપર ચોકડી ઓવરબ્રિજ ઉપર પુરપાટ ગતિએ જતી હ્યુન્ડાઇ આઈ-20 કાર રજીસ્ટ્રેશન નંબર જીજે-11-સીડી-3460ના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર પુલની રેલિંગ તોડી રોડ ઉપર નીચે ખાબકી હતી, આ અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર પૈકી ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું તેમજ અકસ્માત સમયે કાર ઓવરસ્પીડે હોવાનું સ્થાનિક લોકો જણાવ્યુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application