ગુજરાત રાજ્યમાં આગામી સમયગાળા દરમ્યાન યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ની કામગીરી સુચારુ રીતે થાય તેમજ જુદા જુદા પ્રકારની દેખરેખ માટે તાપી જિલ્લામાં નોડલ અધિકારીશ્રીની નિમણૂંક કરવામાં આવી છે.તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા ૧૭૨-નિઝર (અ.જ.જા.) વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ની કામગીરી સરળતાપૂવર્ક અને અસરકારક રીતે કરી શકાય તે માટે તમામ કામગીરીનું જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષાએથી રોજે રોજ મોનીટરીંગ કરવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલ કામગીરી નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવી એ દરેક જિલ્લા ચૂંટણી અધિકારીની મુખ્ય જવાબદારી છે. જેથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પારદર્શક રીતે પાર પાડવા માટે ચૂંટણી તંત્ર સજ્જ થઇ રહ્યું છે. જેથી ૧૭૧ વ્યારા/૧૭૨-નિઝર (અ.જ.જા.) સહિત વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ને લગતી વિવિધ પ્રકારની કામગીરીના અસરકારક સંચાલન અને વ્યવસ્થાપન માટે જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓને નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવા આવી છે.
જેમાં ચૂંટણી ખર્ચ નિયંત્રણ નોડલ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા, ચૂંટણી ખર્ચ નિયંત્રણ મદદનીશ નોડલ અધિકારી શ્રી એમ.એફ.મોરવાડીયા હિસાબી અધિકારી જિલ્લા પંચાયત કચેરી તાપી, નોડલ ઓફિસરશ્રી, મટીરીયલ મેનેજમેન્ટ, શ્રીમતી એ.કે.પરમાર પ્રાયોજના વહીવટદારશ્રી ટ્રાઇબલ સબ પ્લાનની કચેરી સોનગઢ, મદદનીશ નોડલ શ્રી એમ.પી.પ્રજાપતી ઓફિસરશ્રી, મટીરીયલ મેનેજમેન્ટ ઇ/ચા જનસંપર્ક અધિકારીશ્રી કલેકટર કચેરી તાપી, નોડલ ઓફિસરશ્રી, આચારસંહિતા (MCC) એ.આર.ચૌધરી નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી, નોડલ ઓફિસરશ્રી સ્ટાફ વેલ્ફેર- એન.આર.કુમાર મદદનીશ કમિશ્રનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી તાપી, નોડલ ઓફિસરશ્રી મેનપાવર મેનેજમેન્ટ આર.જે.વલવી નિવાસી અધિક કલેકટરથી તાપી, નોડલ ઓફિસરશ્રી સ્વીપ આર.એમ.ચૌધરી ઇ/ચા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તાપી, નોડલ ઓફિસરશ્રી ઇવીએમ/મેનેજમેન્ટ તરીકે એસ.કે.મોવાલીયા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તાપી, મદદનીશ નોડલ ઓફિસરશ્રી ઈવીએમ/મેનેજમેન્ટ શીલ્પાબેન એ.ચૌધરી આચાર્યશ્રી આઇ.ટી.આઇ.ઈન્દુ.
નોડલ ઓફિસરશ્રી ટ્રેનીંગ મેનેજમેન્ટ એસ.એ.ડોડીયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ)જિલ્લા પંચાયત કચેરી તાપી, નોડલ ઓફિસરશ્રી ચૂંટણી નિરીક્ષક મનીષ પટેલ કાર્યપાલક ઇજનેસ્ત્રી(મામ)સ્ટેટ તાપી વ્યારા, નોડલ ઓફિસર કાયદો અને વ્યવસ્થા સી.એમ. જાડેજા નાયબ પોલીસ અધિકક્ષકશ્રી –વ્યારા, નોડલ ઓફિસી પોસ્ટલ બેલેટ, ડમી બેલેટ અને બેલેટ પેપર આર.એચ.રાઠવા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)તાપી, નોડલ ઓફિસરશ્રી મીડીયા મેનેજમેન્ટ નિનેશ ભાભોર સહાયક માહિતી નિયામકશ્રી તાપી-વ્યારા, નોડલ ઓફિસરશ્રી આર.એમ.એસ. મોનીટરીંગ એન્ડ કોમ્યુનિકેશન પ્લાન શૈલેષ લેઉવા જિલ્લા આયોજન અધિકારીશ્રી તાપી વ્યારા,નોડલ ઓફિસરશ્રી ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ ડી.વી.ચૌધરી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી તાપી, નોડલ ઓફિસરશ્રી હેલ્પ લાઇન એન્ડ ગ્રીવેન્સીસ રીડ્રેસલ તરીકે તૃપ્તી પટેલ નાયબ કલેકટરશ્રી- કલેકટર કચેરી તાપી-વ્યારા, મદદનીશ નોડલ ઓફિસરશ્રી હેલ્પ લાઇન એન્ડ ગ્રીવેન્સીસ રીડ્રેસલ જયમલ ચૌધરી આઇ.સી.ટી.ઓફીસર કલેકટર કચેરી તાપી,નોડલ ઓફિસસ્ત્રી કોમ્પ્યુટરાઇઝેશન અને ઈલેકશન સોફ્ટવેર ઇશાક અહમદ ડિસ્ટ્રીકટ ઇન્ફોમેટીક ઓફીસરશ્રી તાપી-વ્યારા,મદદનીશ નોડલ ઓફિસરશ્રી કોમ્પુટરાઇઝેશન અને ઇલેકશન સોફટવેર જયમલ ચૌધરી આઇ.સી.ટી.ઓફીસરશ્રી કલેકટર કચેરી, નોડલ ઓફિસરશ્રી બેઝિક મીનીમમ ફેસીલીટી (બી.એમ.એફ.) મનીષ પટેલ ઇ/ચા.કાર્યપાલક ઇજનેરશ્રી(મામ) પંચાયત તાપી વ્યારા, નોડલ ઓફિસરશ્રી માઇગ્રેટરી વોટર્સ શ્રી ડી.એન. શાહ સરકારી શ્રમ અધિકારીશ્રી તાપી-વ્યારા,નોડલ ઓફિસરશ્રી Persons with Disabilities (PWD) એન.ડી.ચૌઘરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તાપી, નોડલ ઓફિસરશ્રી સોશ્યલ મીડીયા મોનીટરીંગ પી.એચ.ચૌઘરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી (HQ) તાપી-વ્યારાની વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ની કામગીરીમાં નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
નોડલ અધિકારીશ્રીઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી સોપવામાં આવતી તમામ કામગીરી તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજય ગાંધીનગરની કચેરીની વખતો વખત આપવામાં આવતી તમામ સુચનાઓ, પરીપત્રો તથા ઠરાવો મુજબ કામગીરીનું સંકલન કરી સમયસર માહિતી પહોંચાડવાની રહેશે. નોડલ અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવેલ અધિકારીશ્રીની સંજોગોવસાત બદલી બઢતી કે માંદગીના કારણોસર જગ્યા ખાલી રહેશે તો તે જગ્યા નો ચાર્જ સંભાળનાર અધિકારીશ્રીએ આ કામગીરી હોદ્દા જોગ બજાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationખેરગામ ખાતેથી પાઇપની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
November 10, 2024વલસાડ પોલીસને ટેમ્પોમાંથી ક્રૂરતાપૂર્વક ભરેલ ગાયો મળી આવી
November 10, 2024