Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપીમાં ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઇ-ઓક્શન શરૂ

  • October 12, 2021 

એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્સન શરૂ કરવામાં આવી છે. જે મુજબ મોટરસાયકલ માટેનાં નંબર માટેની સીરીઝ GJ-26-AA,Q,R,S,AC તેમજ ફોર વ્હીલર માટે GJ-26-AB (RE-AUCTION) માટે શરૂ કરવામાં આવનાર છે. ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનનોનું http://parivahan.gov.in//fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે છે. જેમાં તા.15/10/2021 થી 19/10/2021 સુધી RE-AUCTION ઓનલાઈન માટે ફોર્મ રજીસ્ટ્રેશન તથા એપ્લિકેશન કરવાની રહેશે. જેમાં તા.19/10/2021 થી તા.25/10/2021 (03:00 બપોર સુધી) ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે તથા તા.25/10/2021ના રોજ ફોર્મ આર.ટી.ઓ કચેરી વ્યારા ખાતે જમા કરવાના રહેશે. અરજદારોએ ઉપરોક્ત દર્શાવેલ વેબસાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન ભરવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી 60 દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઈ શકશે તથા સમય મર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application