Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Latest update : ઉકાઈ ડેમના ૮ દરવાજા ૫ ફૂટ ખોલી ૯૭ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું, ડેમની જળસપાટી ૩૩૯.૯૭ ફૂટ પર પહોંચી

  • September 13, 2022 

ઉપરવાસમાં ફરીથી સામાન્ય વરસાદ શરુ થયો છે. વરસાદને કારણે ઉપરવાસમાં જમા થયેલા પાણીમાં સતત વધારો થતા આજરોજ બપોરે ઉકાઈ ડેમના ૮ દરવાજા ૫ ફૂટ ખોલી ડેમમાંથી ૯૭ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે, આ સાથે ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમમાંથી ૨૮ દરવાજા અઢી મીટર ઓપન કરી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી હજૂ પણ ઉકાઈ ડેમમાં વધુ પાણી આવશે.




ઉપરવાસમાં છેલ્લા એક અઠવાડિયામાં વરસાદ વરસ્યો છે. તેને લઈને ઉકાઈ ડેમની જળ સપાટી ઉપર આવી છે. દક્ષિણ ગુજરાતનું પાણી સ્ત્રોત ઉકાઈ ડેમ છે. ઉકાઈ ડેમનું રુલ લેવલ ૩૪૦ ફૂટ છે, જયારે ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. તા.૧૩મી સપ્ટેમ્બર નારોજ બપોરે ૧ કલાકે ઉકાઇ ડેમમાં ૧ લાખ ૧૨ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેને લઇ ડેમની જળસપાટી ૩૩૯.૯૭ ફૂટ પર પહોંચી છે, ડેમના ૮ દરવાજા ૫ ફૂટ ખોલી ૯૭ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.





 પ્રકાશા ડેમની સપાટી

મહારાષ્ટ્રમાં સતત ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમની સપાટી  આજે બપોરે ૧૨ કલાકે ૧૦૭.૮૦ મીટર નોંધાઈ છે, ડેમના ૧૧ દરવાજા ફૂલ ઓપન કરી ૧ લાખ ૩૮ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને લીધે આ પાણીનો જથ્થો આગામી થોડા કલાકોમાં ઉકાઈ ડેમમાં પહોંચશે.




હથનુર ડેમની સપાટી

આજ રીતે ­પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી આજે બપોરે ૧૨ કલાકે ૨૧૨.૮૦૦ મીટર નોંધાઈ છે, ડેમના ૨૮ દરવાજા અઢી મીટર ઓપન કરી ડેમમાંથી ૧ લાખ ૬૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં મોટો વધારો નોંધાશે. હવે પ્રકાશા ડેમનું ૧ લાખ ૩૮ હજાર કયુસેક જેટલું પાણી ઉકાઈ ડેમમાં આવશે. જેથી ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધુ વધારો થશે. આ કારણોસર તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોએ સાવેચત રહેવાની જરૂર છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application