ગાંધીનગર નજીક આવેલા પેથાપુરના સુરેલા વિસ્તારમાં એસઓજીની ટીમે દરોડો પાડીને ઘરેલુ રાધણ ગેસના બાટલામાંથી કોમર્શીયલમાં રિફિલિંગનું મોટું રેકેટ પકડી પાડયું છે અને ૨૮૪ ગેસ સિલિન્ડર મળીને કુલ ૬.૭૮ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપીને ગુનો દાખલ કર્યો હતો. પેથાપુરમાં આવેલા સુરેલા વિસ્તારમાં એક રહેણાંક મકાનની પાછળ બનાવવામાં આવેલા પતરાના શેડમાં એક વ્યક્તિ લોકોની જિંદગી જોખમાય તે રીતે ઘરેલુ રાધણ ગેસના બાટલામાંથી કોમશયલમાં રિફિલિંગ કરવાનું કામ કરી રહ્યો છે.
જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાં હાજર ભારથુજી ચતુર્જી ગોર રહે સરઢવને ઝડપી લેવામાં આવ્યો હતો. જે ઘરેલુ રાંધણ ગેસના બાટલામાંથી કોમશયલ બાટલામાં રિફિલિંગ કરી રહ્યો હતો. પોલીસે આ સ્થળેથી અલગ અલગ કંપનીના ૨૮૪ નંગ બોટલ, ઇલેક્ટ્રીક મોટર તેમજ વજન કાટા સહિતનો ૬.૭૮ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો અને તેની સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application