Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બજેટ બાદ મોંઘવારીનો ઝાટકો : LPG સિલિન્ડરના વધી ગયા 25 રૂપિયા

  • February 05, 2021 

તાજેતરમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં LPGની કિંમત 719 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે જાન્યુઆરીમાં દિલ્હીમાં રાંધણ ગેસ 694 રૂપિયામાં મળી રહ્યો હતો. સામાન્ય રીતે ગેસ કંપનીઓ મહિનાના પહેલા દિવસે ગેસની નવી કિંમતો નિર્ધારિત કરે છે. પરંતુ બજેટ જારી થવાના કારણે આ મહિને 1 તારીખે કિંમતોમાં કોઇ ફેરફાર થયો ન હતો,જણાવી દઇએ કે નવા વર્ષે એટલે કે 2021ના જાન્યુઆરીમાં પણ તેલ કંપનીઓએ ઘરેલૂ રાંધણ ગેસ સિલિન્ડર ગ્રાહકોને રાહત આપતા કિંમતોમાં કોઇ વધારો કર્યો ન હતો. જો કે 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો વધારો કર્યો હતો.

 

 

 

બજેટ રજુ થયા બાદ સામાન્ય વ્યક્તિને મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે.ઘરેલુ ગેસની કિંમતમાં એક વાર ફરી વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમત જારી કરી છે અને ભાવ 25 રૂપિયા પ્રતિ વધી ગયા છે, જયારે વ્યવસાયિક સિલિન્ડરના ભાવ 6 રૂપિયાથી ઘટી ગયા છે. આ પહેલા કમર્શિયલ LPG સિલિન્ડર (19 KG)ના ભાવ 190 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી ગયા છે.ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર 4 ફેબ્રુઆરી 2021થી દિલ્લીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડિ વગરના LPG ગેસ સિલીંડરની કીંમત 719 રૂપિયા, મુંબઈમાં 719 રૂપિયા, ચેન્ન્ઈમાં 735 રૂપિયા અને કોલકાત્તામાં 745.50 રૂપિયા જણાવાઈ છે. 15 ડિસેમ્બરે દિલ્લીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડિ વગરના રાંધણ ગેસની કીંમત 694 રૂપિયા, મુંબઈમાં 694 રૂપિયા, ચેન્નઈમાં 710 રૂપિયા અને કોલકત્તામાં 720.50 રૂપિયા હતી.

 

 

 

 

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, 19 કિલોગ્રામ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 4 ફેબ્રુઆરી 2021થી દિલ્હીમાં 1533 રૂપિયા, કોલકત્તામાં 1598.50 રૂપિયા, મુંબઈમાં 1482.50 રૂપિયા અને ચેન્નઈમાં 1649.00 રૂપિયા થઈ.જાન્યુઆરીમાં તેલ કંપનીઓને મોટી રાહત જરૂર આપી હતી. પરંતુ તેના પહેલા ડિસેમ્બરમાં તેલ માર્કેટિંગ કંપનીએ ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં બે વખત 100 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. કંપનીએ પ્રથમ 2 ડિસેમ્બરના 50 રૂપિયાનો વધારો કર્યો અને ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ ફરીથી 50 રૂપિયાનો વધારો કર્યો.

 

 

 

આંતરરાષ્ટ્રી બજારમાં છેલ્લા કેટલાક દિવસથી કાચા તેલની કિંમત વધારો થઇ રહ્યો છે. બુધવારે પણ એક ટકાનો વધારો નોંધાયો હતો. તેના એક દિવસ પહેલા બે ટકાનો વધારો નોંધાયો હતો. તેની સીધી અસર આજે સ્થાનિક બજારમાં જોવા મળી છે. ભારતમાં આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આજના ભાવ જોઈએ તો દિલ્હીમાં પેટ્રોલ 86.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 76.83 રૂપિયા લીટર છે. સતત થઈ રહેલા ભાવ વધારાથી પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વૃદ્ધિના કારણે મોંઘવારી પણ વધી છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખીસ્સા પર પડે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application