કુકરમુંડા તાલુકાના બાલદા ગામના ગુજ્જર ફળીયામાં રહેતો રહીશ અને વેલ્ડર મોહનભાઈ ખંડુભાઈ મિસ્ત્રીને ત્યાં લોખંડનો જાળીવાળો દરવાજો બનાવવા માટે ગામના જ રાજુભાઈ ઉત્તમભાઈ પટેલે ઓર્ડર આપ્યો હતો. દરવાજો તૈયાર થયાને બે માસ વીતી જતા જે અંગે વેલ્ડરએ રાજુભાઈને પૈસાની જાણ કરી હતી.
પરંતુ આ બાબતે ગ્રાહકને મન દુખ થવાથી વેલ્ડર મોહનભાઈ તથા તેમનો દીકરો રોહીદાસ મોટરસાઈકલ પર કુકરમુંડાથી પોતાની દુકાન પરથી કામ કરીને સાંજના સમયે ઘરે પરત આવતા હતા તે દરમિયાન બાલદા ગામની નજીક રાજુભાઈના ખેતર પાસે રસ્તા ઉપર સામેથી ટ્રેકટર આવતું હોવાથી રોહીદાસે મોટર સાઈકલ સાઈડ પર ઉભી રાખી હતી.
ત્યારે રાજુભાઈ એ મોટરસાઈકલ પર સવાર પિતા-પુત્ર સાથે ગાળાગાળી કરી પુત્રને ગાલ પર બે થપ્પડ મારી તથા ઝપાઝપી કરી હતી ત્યારબાદ ખેતરમાંથી ડંડો લાવી મોહનભાઈ ને પીઠ પર મારી પાછળથી આવેલ પંકજ રાણાજીભાઈ પટેલ તથા દિનેશ રાણાજીભાઈ પટેલે વેલ્ડરને મોટરસાઈકલ પરથી નીચે પાડી તેમના ડાબા હાથે ઇજા પહોચાડી, આજે તો તને મારી જ નાખવાનો છે ધમકી આપી જમના પગના ઘૂંટણ નીચે ડંડાથી મારી ફ્રેક્ચર કરી તથા છોડાવવા વચ્ચે પડેલા પુત્ર રોહીદાસને પાછળથી આવેલા લખનભાઈ રાજુભાઈ પટેલ તથા નીલેશભાઈ સુરેશભાઈ પટેલે થોડે દુર લઈ જઈ માર-મારી પાંચેય ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી છે.(સાંકેતિક ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500