Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીવંત વીજ-તાર તૂટી પડતા શેરડીનો પાક બળીને થયો ખાખ

  • January 03, 2021 

તાપી જીલ્લાના કુકરમુંડાના બોરીકુવા ગામની સીમમાંથી જીવંત વીજ-તારમાંથી ફોલ્ટ થવાથી કે અન્ય રીતે પાકમાં આગ લાગવાથી ખેડૂતોના ખેત પાકોને થઈ રહેલા નુકશાનનાં કિસ્સા બહાર આવતા રહ્યા છે. કુકરમુંડાના મેનપુર ગામની સીમમાં બે ખેડૂતોના ખેતરમાં શોર્ટ-સર્કિટથી આગ લાગતા શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો અને ખેડૂતોને લાખોનું નુકશાન થઈ ગયું હતું.

 

 

બોરીકુવા ગામમાં પણ જીવંત વીજ-તાર તૂટવાથી આગની ઘટના બની હોવાથી વિગત મળી હતી. જેમાં સર્વે નં.૪૧-૪૨ અને સર્વે .નં.૨૪ વાળી જમીનમાં શેરડી કરેલી હતી પરંતુ ખેતરમાંથી પસાર થતી વીજ-લાઈન તૂટીને પડતા શેરડીના પાકમાં આગ ભભૂકી ઉઠી હતી અને આગની જ્વાળાએ ગણતરીના મીનીટોમાં જ ખેતરોને ઘેરી લેતા લાખો રૂપિયાની શેરડીનો પાક બળી જવાથી ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે. કુકરમુંડા તાલુકામાં ખેતર વિસ્તારમાં ઈલેક્ટ્રિક પોલ નમેલા તથા વીજ-તારોનું મેન્ટેનન્સ જીઈબી શાખા દ્રારા ના કરવાથી જોખમ-કારક બન્યા હોવાથી આવી દુર્ઘટનામાં આખરે ખેડૂતોને નુકશાન ઝેલવાનો વારો આવતો હોવાથી ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application