મનિષા એસ. સુર્યવંશી /તાપી : વ્યારાના માલીવાડ વિસ્તારમાં કપીરાજે આતંક ફેલાવ્યો છે, અહીંના વિસ્તારમાં ૩ લોકોને શિકાર બનાવ્યા છે, નાની મોટી ઇજાઓ થતાં તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વ્યારા રેંજના ફોરેસ્ટ કર્મીઓ સહીત એન.જી.ઓ.ના માણસો કપિરાજને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધયું છે.
વ્યારાના માલીવાડ વિસ્તારમાં ઘણા સમયથી કપિરાજનો એક ઝુંડ રહે છે અને સ્થાનિકો દ્વારા ખોરાક પણ આપવામાં આવતો હતો. જોકે કોઈક કારણસર આજરોજ માલીવાડ વિસ્તારમાં કપિરાજે આતંક મચાવ્યો હતો. આ વિસ્તારમાં ૩ લોકોને તેનો ભોગ બનવું પડ્યું છે. ૩ લોકોને પગના ભાગે કપીરાજે બચકાં ભરી ગંભીર ઇજાઓ પહોચાડી પલાયન થઇ ગયો હતો. આજરોજ સવારે કપીરાજ આવી લોકોને ઇજાઓ પહોંચાડતા હોવાને કારણે વનવિભાગને પણ જાણ કરવામાં આવી છે, વ્યારા રેન્જના ફોરેસ્ટ કર્મીઓ અને એન.જી.ઓ. મળી કુલ ૨૦ જેટલા લોકો કપિરાજને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે, જોકે રાત્રે ૮ વાગ્યા સુધી કપિરાજ પાંજરે પુરાયો નહતો ભયના માહોલ વચ્ચે જીવી રહેલા વ્યારા નગર સહિત માલીવાડ વિસ્તારના લોકોની વનવિભાગ કપીરાજના આતંકથી મુક્ત કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500