Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતનો લક્ષ્યાંક ચાલુ દાયકાનાં અંત સુધીમાં 6જી ટેલિકોમ નેટવર્ક શરૂ કરવાનો

  • May 18, 2022 

ભારતનો લક્ષ્યાંક ચાલુ દાયકાના અંત સુધીમાં 6જી ટેલિકોમ નેટવર્ક શરૂ કરવાનો છે તેમ વડાપ્રધાન મોદીએ એક નિવેદનમાં જણાવ્યું છે. 6જી ટેકનોલોજી નેટવર્કથી અલ્ટ્રા હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળશે. ભારતમાં હાલ 3જી અને 4જી નેટવર્ક ઉપલબ્ધ છે અને આગામી કેટલાક મહિનાઓમાં 5જી ટેકનોલોજી નેટવર્ક લોન્ચ થશે. ટેલિકોમ સેક્ટર રેગ્યુલેટર ટ્રાઇની રજત જંયતિના પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં 5જી નેટવર્ક લોન્ચ થયા પછી ભારતીય અર્થતંત્રમાં 450 અબજ ડોલરનો ઉમેરો થશે.



તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 5જી ટેકનોલોજી ફક્ત ઇન્ટરનેટની જ ઝડપ નહીં પણ વિકાસની પણ ઝડપ વધશે અને અનેક લોકોને રોજગારી મળશે. દેશના વહીવટી તંત્રમાં પણ ફાઇવજી ટેકનોલોજીને કારણે સકારાત્મક ફેરફાર જોવા મળશે. 5જી ટેકનોલોજીને કારણે કૃષિ, આરોગ્યસ શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને લોજિસ્ટિક ક્ષેત્રના વિકાસની ઝડપ પણ વધશે. આ પ્રસંગે ટ્રાઇના ચેરમેન પી.ડી.વાઘેલાએ જણાવ્યું હતું કે, 2030 સુધીમાં મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર 25 અબજ ડોલરથી વધીને 70 અબજ ડોલર થઇ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application