સંયુક્ત રાષ્ટ્રનાં એક ટોચનાં અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ વિકાસ દર G-20નાં સભ્ય દેશો કરતા ઘણો વધારે છે. સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગના આર્થિક વિશ્લેષણ અને નીતિ વિભાગના વૈશ્વિક આર્થિક દેખરેખ શાખાનાં વડા હામિદ રાશિદે 'વિશ્વ આર્થિક સ્થિતિ અને સંભાવનાઓ 2023' અહેવાલના લોન્ચિંગ સમયે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "મને લાગે છે કે ભારત અત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એક આકર્ષક સ્થળ છે." રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઊંચા વ્યાજદરો અને વિશ્વભરમાં રોકાણ અને નિકાસ પર આર્થિક મંદીની અસર વચ્ચે ભારતનો GDP વૃદ્ધિદર 2023માં વધીને 5.8 ટકા રહેવાની સંભાવના છે.
રાશિદે કહ્યું કે, દક્ષિણ એશિયાના અન્ય દેશોમાં આર્થિક વિકાસ દરને લઈને સ્થિતિ ખૂબ જ પડકારજનક રહેવાની છે, જ્યારે ભારતનો આર્થિક વિકાસ મજબૂત રહેવાની આશા છે. વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થવ્યવસ્થા ભારત 2024માં 6.7 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવો અંદાજ છે. તેમણે કહ્યું કે, "અમારું માનવું છે કે નજીકના ભવિષ્યમાં મજબૂત માંગ સાથે ભારતીય અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં હશે."
રાશિદે કહ્યું કે 2024માં આર્થિક વિકાસ દર વધીને 6.7 ટકા થવાનો અંદાજ છે અને તે અન્ય G-20 દેશો કરતા ઘણો સારો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત માટે આ અનુમાનિત અને સ્થાયી વિકાસ દર છે. ઘણા લોકો ભારતમાં ગરીબી રેખા નીચે જીવે છે. તેથી વિકાસ દરનું આ સ્તર વધુ સારું છે. જો ભારત આ વિકાસ દર જાળવી રાખશે તો તે સતત વિકાસ લક્ષ્યાંકો માટે અને વૈશ્વિક ગરીબી ઘટાડવા માટે સારું રહેશે. ભારતીય અર્થવ્યવસ્થા પર રાશિદે ત્રણ પરિબળોને ભારતની વર્તમાન આર્થિક તાકાત માટે જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં બેરોજગારીનો દર ખૂબ જ ઘટીને 6.4 ટકા થઈ ગયો છે. આનો અર્થ એ છે કે, સ્થાનિક માંગ ખૂબ જ મજબૂત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500