Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફાઇટર પ્લેનના એન્જિન બનાવવામાં ભારત બનશે આત્મનિર્ભર ભારત

  • November 19, 2023 

જનરલ ઈલેક્ટ્રિકના સહયોગથી ભારતમાં LCA માર્ક 2 ફાઈટર એરક્રાફ્ટ એન્જિનના ઉત્પાદન માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. અમેરિકાએ આને લગતી તમામ મંજૂરીઓ આપી દીધી છે. DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે જણાવ્યું હતું કે 'LCA માર્ક 2 એન્જિન અને સ્વદેશી એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટના પ્રથમ બે સ્ક્વોડ્રનનું નિર્માણ અમેરિકન કંપની જનરલ ઈલેક્ટ્રિકના સહયોગથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. અમેરિકાએ આને લગતી તમામ મંજૂરીઓ આપી દીધી છે.



મહત્વનું છે કે પીએમ મોદીએ જૂનમાં અમેરિકાની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઘણા મહત્વપૂર્ણ કરારો થયા હતા. આ અંતર્ગત અમેરિકન કંપની જનરલ ઈલેક્ટ્રિક ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે મળીને ફાઈટર એરક્રાફ્ટ એન્જિન બનાવવા જઈ રહી છે. જનરલ ઈલેક્ટ્રિકે યુ.એસ. કોંગ્રેસમાં અરજી દાખલ કરી સંયુક્ત રીતે ફાઈટર એન્જિન બનાવવાની મંજૂરી માંગી હતી. હવે ડીઆરડીઓ ચીફના નિવેદનથી સ્પષ્ટ છે કે યુએસ સરકારે આ મંજૂરીઓ આપી છે.




જનરલ ઇલેક્ટ્રિક, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે મળીને F-414 જેટ એન્જિનનું ઉત્પાદન કરશે. બંને કંપનીઓ મળીને ભારતમાં 99 એન્જિનનું ઉત્પાદન કરશે અને તેની કિંમત એક અબજ ડોલરથી પણ ઓછી થવાની ધારણા છે. જનરલ ઇલેક્ટ્રિક આ એન્જિનોના ઉત્પાદનમાં જે ટેક્નોલોજી પ્રદાન કરશે તેમાં કાટ, ધોવાણ અને થર્મલ સામે રક્ષણ આપવા માટેની વિશેષ કોટિંગનો સમાવેશ થાય છે. HALને LCA Mk-2 તૈયાર કરવામાં ત્રણ વર્ષ લાગી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application