શ્રીલંકા અસામાન્ય આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. મોંઘવારી ટોચ તરફ જઈ રહી છે. લોકોને જીવન-જરૂરીયાતની ચીજો મળવાનાં ફાંફા છે. સરકારી એજન્સીઓ પાસે મોટરો પણ નથી. તેવે સમયે ભારતે, શ્રીલંકાને 125 એસ.યુ.વી.કાર મોકલી છે. કુલ આવી 500 કાર મોકલવાનું છે. શ્રીલંકાની કાનૂન પ્રવર્તન એજન્સીઓ અને અશસ્ત્ર દળોને 100 મીલીયન અમેરિકી ડોલરની સહાય કરી છે. ભારતની મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા કંપની દ્વારા- નિર્મિત આ મોટરોનો એક જથ્થો ભારતનાં હાઈકમિશ્નર ગોપાલ બોગલેએ શ્રીલંકાના જાહેર સુરક્ષા-મંત્રી તિરાન એલ્સોન ઔપાચારિક રીતે સોંપાયો હતો.
આ કાર સોંપતાં બાગવેએ કહ્યું હતું કે, આ વાહનો શ્રીલંકાની જરૂરીયાતો પૂરા કરવા તથા સમગ્ર દેશની સમતા વધારવામાં સહાયરૂપ થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે બહુ આયામી અને બહુ સેવીય ભાગીદારી છે. નેબર હૂડ ફર્સ્ટ (પહેલો સગો પાડોશી) તે વિચારધારા પ્રમાણે કામ કરતાં ભારત સરકારે શ્રીલંકાને આ વર્ષના જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 3.2 અબજ ડોલરની સહાય કરી છે. ભારતે શ્રીલંકાને અન્ન, દવા અને ઇંઘણ જેવી ઘણી બાબતોમાં સહાય કરી છે. ભારતે આ સહાય અર્થે કોઈ પૂર્વ-શરત રાખી જ નથી, તે મહત્વની બાબત છે. જ્યારે ચીનેતો શ્રીલંકાને સહાય તો કરી છે. પરંતુ તે સાથે કેટલીક શરતો પણ મુકી હતી. તેટલું જ નહીં પરંતુ શ્રીલંકાનું દક્ષિણનું એક બંદર પણ ચીને ભાડા-પટ્ટે મેળવી લીધું છે. બીજી તરફ ભારતે કોઈ પૂર્વ-શરત જ રાખી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500