નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિત સર્જાય હતી. પુર કારણે કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. જેના કારણે રસ્તાઓ ઉપર જામેલા કાદવ કીચડવાળા રસ્તાઓનું વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈની કામગીરી પૂરજોશમાં હાથ ધરાય હતી.
જલાલપોર તાલુકાના છીણમ ગામના ખેડુત પ્રજ્ઞેશભાઈ આહીરે જણાવ્યું કે,પાંચ દિવસ પહેલા પૂર્ણા નદીમાં ભારે પાણીની આવક થતા મીરજાપુર, તવડી, સાગરા સહિત આસપાસના ખેતરોમાં પાંચ પાંચ ફુટ પાણી ભરાયા ગયા. પાણીના ભારે વહેણના કારણે રોડ - રસ્તાઓ કાદવ કીચડના થર જામી ગયા હતા. પાણી ઓસરતા ટુ-વ્હીલર લઈને જવાથી બાઈક સ્લીપ થવાનો ડર લાગતો અને ખેતર જવા માટે પણ મુશ્કેલી થતી. સ્થાનિક તંત્ર દ્વારા પાણી ઓસરતાના ૧૨ કલાકમાં ઘરના આંગણું ચોખ્ખું કરીએ તેમ રોડ-રસ્તાની સાફ-સફાઈ કામગીરી કરવામાં આવી છે.
આ ઉપરાંત નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના તવડી-મીરજાપુર રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્કરના પાણીથી ઘરનું આંગણુ સાફ કરીયે તેમ ગામના રસ્તાઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી. માર્ગની પેવમેન્ટ ધોવાઈ હોય તો તેનું પણ પૂરાણ કરવામાં આવી રહ્યું છે. વાહન વ્યવહારને કોઈ અડચણ ન પડે અને ઝડપથી પુર્વવત થાય તે માટેની કામગીરી થઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500