Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિંગાપુરમાં છેલ્લા 7 દિવસમાં 56 હજાર લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા, સિંગાપુરની સરકારે ભીડવાળી જગ્યાએ જતાં લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી

  • December 18, 2023 

દુનિયામાં ભાગ્યેજ કોઇ એવો વિસ્તાર હતો જયાં કોરાનાનું સંક્રમણ ફેલાયું ન હતું. લાખોના મોતની સાથે કોરોના મહામારીએ જે આર્થિક અને સામાજિક નુકસાન કર્યુ તેમાંથી બહાર આવતા મહિનાઓ લાગ્યા હતા. ચીનના વુહના શહેરની વાયરોલોજી લેબોરેટરીએ દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું હતું. હવે સિંગાપુરમાં કોરોના વાયરસે માથું ઉચકયું છે. મળતી માહિતી અનુસાર, સિંગાપુરમાં છેલ્લા 7 દિવસમાં 56 હજાર લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. સિંગાપુરના આરોગ્ય વિભાગે તો દેશમાં ફરી કોરોનાની એક નવી લહેર આવવાની શંકા વ્યકત કરી છે. સિંગાપુર આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, કોરોનાના વધતા જતા નવા કેસોએ નવેસરથી ચિંતા પ્રસરાવી છે. માત્ર એક જ સપ્તાહમાં કોરોનાના 75 ટકા જેટલા કેસ વધ્યા છે.



આથી હવે દરરોજ કોરોના અપડેટ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. સિંગાપુરમાં જે કોરોના વેરિએન્ટ જોવા મળે છે તેનું નામ જેએન-1 છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે, આ વેરિએન્ટ હાલતો ખતરનાક જણાતો નથી. પરંતુ વધતા જતા સંક્રમણને જરાં પણ હળવાશથી લઇ શકાય નહી. સિંગાપુરની સરકારે ભીડવાળી જગ્યાએ જતા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. સાથે સાથે જરુર પડે ત્યારે ઘરની બહાર ન નિકળવાની તથા કોરોનાના સામાન્ય લક્ષણ અનુભવાય કે તરત જ ડૉકટરનો સંપર્ક સાધવાની સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં સંભવિત કોરાનાના દર્દીઓ માટે પથારીઓની સંખ્યા વધારવામાં આવી છે. દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશ સિંગાપુરમાં કોરાનાના વધતા જતા સંક્રમણથી દુનિયાને પણ સાવચેત થઇ ગઇ છે. 2020માં ચીનના વુહાનથી કોરોના વાયરસ જોત જોતામાં સમગ્ર દુનિયામાં ફેલાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application