ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ ઝુંબેશ અંતર્ગત તા.૧૬ એપ્રિલ નારોજ જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોમાં દરેક મતદાન મથક ખાતે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની કામગીરી અંગે ઈન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી મનીષ ગુરવાની દ્વારા ૧૮૦-પારડી વિધાનસભા મતવિસ્તારના ડી.સી.ઓ. હાઈસ્કૂલ, જે.એફ.એસ. મિડલ હાઈસ્કૂલ અને આર.જે.દમણવાલા હાઈસ્કૂલના મતદાન મથક-૧૬થી મતદાન મથક-૨૫ બુથોની મુલાકાત લીધી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બુથની મુલાકાત લઈને બી.એલ. ઓ.દ્વારા આજે સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૫.૦૦ કલાક સુધી નવા મતદારોના નામ નોંધણીના (ફોર્મ નં-૬), મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં ડિલિટેશન કરવાના (ફોર્મ નં.-૭) અને મતદાર યાદીમાં સુધારા માટે (ફોર્મ નં.- ૮)ની થઇ રહેલી કામગીરીની ચકાસણી કરી હતી. આ ઉપરાંત તા.૧/૧૦/૨૦૨૩નાં રોજ કે તે પહેલાં જેમનાં ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય એટેલે કે જેનો જન્મ તા.૧/૧૦/૨૦૦૫ કે તે પહેલાં થયો હોય તેઓ પણ પોતાનું નામ મતદારયાદીમાં નોંધવા ઓનલાઇન/ઓફલાઇન, Voter Helpline APP, Voter.eci.gov.in કરવાની કામગીરીની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500