વરાછા મીનીબજારમાં ડાયમંડ વર્લ્ડના પાકિંગમાં આવેલા કારમેળામાંથી કાર ખરીદવાને બહાને આવેલા ગઠિયાએ રૂપિયા ૫.૩૫ લાખની કિંમતની આઈ-૨૦ ડીઝલ કાર ટેસ્ટ ડ્રાઈવના બહાને લઈને રફુચક્કર થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા વી.ટી.નગર રોડ મેધમલ્હારની બાજુમાં સેલીબ્રેશન હોમ ખાતે રહેતા દિનેશભાઈ પ્રગાજીભાઈ ભુવા(ઉ.વ.૪૩) વરાછા મીનીબજાર ડાયમંડ વર્લ્ડ પાર્કિંગમાં કારમેળો ધરાવે છે. દિનેશભાઈના મેળામાં સવારે સાડા દસેક વાગ્યે એક અજાણ્યો કાર ખરીદવા માટે આવ્યો હતો. અજાણ્યાએ રૂપિયા ૫,૩૫,૦૦૦ની કિંમતની હુન્ડાઈ કંપનીની સફેદ કલરની આઈ-૨૦ સ્પોટર્સ ડીઝલ કાર પસંદ કરી ટેસ્ટ ડ્રાઈવના બહાને કાર લઈને ગયો હતો. કલાકો બાદ પણ અજાણ્યો ગાડી લઈને પરત મેળામાં આવ્યો ન હતો. શોધખોળ કરવા છતાયે અજાણ્યો મળી ન આવતા દિનેશભાઈને ખ્યાલ આવી ગયો કે કાર ટેસ્ટ ડ્રાઈવની બહાને અજાણ્યો લઈને નાસી જઈ છેતરપિંડી કરી ગયો છે જેથી સાંજ ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application