Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડમાં શાકભાજી માર્કેટ પાસે નજીવી બાબતે મજુરને મારમારતા મામલો પોલીસે મથકે પહોંચ્યો, પોલીસે તપાસ હાથ ધરી

  • September 18, 2023 

વલસાડ શાકભાજી માર્કેટ પાસે આવેલા આંબેડકર શોપિંગ સેન્ટર પાસે પસાર થઈ એક બાઈક પાછળ ગલીના કુતરાઓ દોડ્યા હતા. જેથી બાઈક ચાલકે બાઈક અટકાવી સ્ટ્રીટ ડોગને લાકડી વડે મારી રહ્યા હતા. તે દરમિયાન બાઈક ચાલકોએ મજૂર બીશ્વેસવર બીન્દલ પટેલને કેમ વચ્ચે બોલે છે કહી મારમારી 4 યુવકો જતા રહ્યા હતા. મધ્યરાત્રીએ પાછા દુકાન પાસે આવીને વધુ એક મજૂર રોશન ઇસ્તીયાક ખાનને પાઇપ વડે માર માર્યો હતો. ઘટનાની જાણ દુકાન સંચાલકને થતા દુકાન સંચાલકે તાત્કાલિક દુકાન પાસે આવીને મજૂરોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા.



ઘટના અંગે દુકાન સંચાલકે મોગરવાડી છતરીયાના 3 યુવકો વિરુદ્ધ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ શહેરના શાકભાજી માર્કેટ નજીક આવેલા આંબેડકર શોપિંગ સેન્ટર પાસે આવેલ ગુપ્તા આલુ ભંડાર પાસે રાત્રી દરમ્યાન દુકાનમાં કામ કરતા શ્રમિકો ઊંઘતા હોય છે. ગત રાત્રીએ દુકાન આગળથી પુરપાટ ઝડપે પસાર થઈ બે બાઈક પાછળ સ્ટ્રીટ ડોગ દોડ્યા હતા. બાઈક ચાલક યુવકોએ ઉભા રહીને લાકડી વડે સ્ટ્રીટ ડોગને મારમારી રહ્યા હતા. ત્યારે ગુપ્તા આલું ભંડાર દુકાન આગળ ઊંઘી રહેલા શ્રમિકો પૈકી બીશ્વેસવર બીન્દલ પટેલે યુવકોને સ્ટ્રીટ ડોગને ન મારવા જણાવ્યું હતું.



જેથી બાઈક ચાલક રાજા જવાહર બનવાલ, ગોલુ જવાહર બનવાલ અને નિતેશ ઉર્ફે કોર પટેલ નામના યુવકોએ બીશ્વેસવરને માર માર્યો હતો. અને અમે પાછા આવીને તમને વધુ માર મારીશું તેમ જણાવી જતા રહ્યા હતા. અન્ય શ્રમિકોએ ગુપ્તા આલુ ભંડારના સંચાલક ગંગારામ ગુપ્તાને ઘટનાની જાણ કરી હતી. દુકાન સંચાલકે તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચી બીશ્વેસવરને ઇજા પહોંચી હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા અને દુકાન સંચાલકે બનાવ અને સીટી પોલીસ મથકે જાણ કરી રહ્યા હતા.



તે દરમિયાન બાઈક ઉપર મોગરાવાડી છતરિયાના યુવકો પાઇપ લઈ આવી દુકાન આગળ ઊંઘી રહેલા શ્રમિક રોશન ઇસ્તીયાક ખાનને પાઇપ વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેની જાણ દુકાન સંચાલકને થતા ઇજાગ્રસ્ત રોશન ખાનને સિવિલ હોસ્પિટલ ખસેડી સીટી પોલીસ મથકે મોગરાવાડી છતરિયા વિસ્તારમાં રહેતા રાજા જવાહર બનવાલ, ગોલું જવાહર બનવાલ અને નિતેશ ઉર્ફે કોર પટેલ વિરુદ્ધ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાના CCTV ફૂટેજ વલસાડ સીટી પોલીસે મેળવી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application