તાપી જિલ્લાના લોકોમાં આ રોગચાળાને લઈ જાગૃતતા જોવા મળી રહી છે તે સરાહનિય છે. લોકોમાં જોવા મળી રહેલી જાગૃતતાનું જ પરિણામ છે કે લોકો રસીકરણ માટે સ્વયંમ આગળ આવી રહ્યા છે અને રસી લીધા બાદ પોતાનો અભિપ્રાય આપી અન્ય લોકોને પણ રસી લેવા માટે પ્રેરીત કરી રહ્યા છે. લોકો એક જવાબદાર નાગરિક તરીકે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ પ્રોટોકોલના પાલનની સાથે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે, ભીડભાડ વાળી જગ્યાથી દૂર રહી સામાજિક અંતર જાળવીને કોરોનાને હરાવવા પોતાની નૈતિક ફરજ અદા કરી રહ્યા છે.
આ સાથે કોરોનાના સંક્રમણને રોકવા જિલ્લામાં વેક્સિનેશન કાર્યક્રમ હેઠળ એક લાખથી વધુ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં આજદિન સુધી તાપી જિલ્લામાં 108264 લોકોને વેક્સિનનો ડોઝ આપી સુરક્ષિત કરાયા છે. જ્યારે વ્યારામાં 26641, ડોલવણમાં 13479, વાલોડમાં 14505, સોનગઢમાં 30147, ઉચ્છલમાં 10043, નિઝરમાં 8481 અને કુકરમુંડામાં 4968 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500