Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ૬૨ હજારથી વધુ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

  • April 04, 2021 

તાપી જિલ્લામાં આજદિન સુધી ૬૨૯૮૮ નાગરિકોને કોરોનાની રસી આપી સુરક્ષિત કરાયા છે. તાપી કલેકટર આર.જે. હાલાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાપી જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી સતત ચાલુ રહે અને વધુમાં વધુ નાગરિકો રસીકરણનો લાભ લે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ સાથે સુચારૂ પ્રયાસ હાથ ધરાયા છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૧૪૫૫૦, ડોલવણમાં ૬૮૧૪, સોનગઢમાં ૧૭૪૯૯, વાલોડમાં ૮૮૧૭, ઉચ્છલમાં ૬૨૩૨, નિઝરમાં ૫૫૭૯, કુકરમુંડામાં ૩૪૯૭, સહિત કુલ-૬૨૯૮૮ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો..

 

 

 

 

વિશ્વ વ્યાપી કોરોના મહામારીને નાથવા માટે તાપી જિલ્લાના તમામ લોકો કોઇ પણ ડર કે મુંઝવણ વગર રસીકરણની ઝુંબેશમાં જોડાઇ રસી લેવા આગળ આવે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ દ્વારા જિલ્લાના પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે.

 

 

 

 

કોવિડ વેક્સિનેશન માટે તાપી જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર તથા જનરલ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે વેક્સિનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત ચિલ્ડ્રન હોસ્પિટલ તથા જનક હોસ્પિટલ, વ્યારા ખાતે પણ નિયત ચાર્જમાં વેક્સિનેશન માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application