તાપી જિલ્લામાં શુક્રવારે 11 વર્ષીય બાળા સહિત 10 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમ છતાં કેટલાક લોકો માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વિના બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.2જી એપ્રિલ નારોજ વ્યારાના ખુરદી ગામના ચુલા ફળીયામાં 50 વર્ષીય આધેડ, વ્યારાના ઉમરકચ્છ ગામમાં 34 વર્ષીય પુરૂષ, વ્યારાના પુલ ફળીયામાં 50 વર્ષીય પુરૂષ, સોનગઢના સીલેટવેલ ગામમાં 58 વર્ષીય વૃધ્ધા, સોનગઢના અમનપાર્કમાં 60 વર્ષીય વૃધ્ધા, ઉચ્છલના ભીંતબુદ્ર્ક-જુનુ હરીપુરમાં 35 વર્ષીય પુરૂષ, ઉચ્છલના કુઇદા ગામમાં 43 વર્ષીય પુરૂષ, નિઝરના વેલદામાં 62 વર્ષીય આધેડ, નિઝરના વાંકાગામના પટેલ ફળીયામાં 40 વર્ષીય પુરૂષ, તેમજ વાલોડના કણજોડ ગામમાં 11 વર્ષીય બાળા સહિત જિલ્લામાં 10 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લામાં કુલ 52 દર્દીઓના મોત નીપજ્યા
સત્તાવાર મળતી માહિતી અનુસાર જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1015 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 923 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. કોરોનાથી કુલ 7 દર્દીઓના મોત જયારે કોરોનાની સારવાર દરમિયાન કુલ 45 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 52 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 40 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500