Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્રાવણીયો જુગાર રમતી 11 મહિલા સહિત 13 ઝડપાયા

  • August 25, 2021 

સુરતના વરાછા રાધાસ્વામી સોસાયટીના મકાનના ધાબા પર અને અમરોલી છાપરાભાઠા રોડની હેપ્પી રેસીડન્સીના એક ફ્લેટમાં શ્રાવણીયો જુગાર રમતી 11 મહિલા સહિત 13ને પોલીસે ઝડપી પાડી રોકડા રૂપિયા 60,980/- કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વરાછા પોલીસે ગતરોજ સાંજે રાધાસ્વામી સોસાયટી મકાન નંબર-એ/22ના ખુલ્લા ધાબા ઉપર શ્રાવણીયો જુગાર રમતી મહિલાઓ ભાવનાબેન નિલેશભાઈ સુત્તરીયા, કંચનબેન રમણીકભાઈ કોરડીયા, શારદાબેન વિઠ્ઠલભાઈ માથુકિયા, ભાવીકાબેન લાલભાઈ રાઠોડ, રંજનબેન વનુભાઈ ચુડાસમા, ચંદ્રિકાબેન કિશોરભાઈ પટેલ અને 2 પુરુષ મગનભાઈ ભુપતભાઈ બારૈયા, તેમજ હસમુખભાઈ બટુકભાઈ ગરાળા ના ઓને ઝડપી પાડી રોકડા રૂપિયા 41,780/- કબ્જે કર્યા હતા.

 

 

 

 

 

જયારે અમરોલી પોલીસે પણ ગતરોજ સાંજે અમરોલી છાપરાભાઠા રોડ હેપ્પી રેસીડેન્સી ફ્લેટ નંબર-603માં શ્રાવણીયો જુગાર રમતી મહિલાઓ જયશ્રીબેન મહેશભાઇ પરમાર, હર્ષાબેન નટવરભાઇ ઉર્ફે નટુ ઠક્કર, સોનલબેન સતિષભાઇ સેરસીયા, સંગીતાબેન કિશોરભાઇ હિરાણી અને વિધવા જયશ્રીબેન ઉર્ફે દમુબેન રમેશભાઇ હિરાણી ના ઓને પણ ઝડપી પાડી રોકડા રૂપિયા 19,200/- કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application