Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ઘુટવેલ ગામે ‘પત્ની સાથેનાં આડા સંબંધ’ રાખવા બાબતે મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • December 02, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ઘુટવેલ ગામનાં બંગલી ફળિયામાં ‘પત્ની સાથેનાં આડો સંબંધ’ રાખવા બાબતે પતિએ ગામમાં જ રહેતા એક ઈસમને સંબંધ નહિ રાખવા માટે કહેતા તેણે ઉશ્કેરાઈ જઈ મારામારી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.


મળતી માહિતી મુજબ, સોનગઢનાં ઘુટવેલ ગામનાં બંગલી ફળિયામાં રહેતા કાંતિલાલભાઈ વેચિયાભાઈ ગામીત (રહે.ઉ.વ.45, મૂળ રહે.મોઘવણ ગામ, વડખૂટ ફળિયું, તા.સોનગઢ) નાંઓની પત્ની ઉષાબેન સાથે ગામમાં જ રહેતો સુમનભાઈ દીવાનજીભાઈ ગામીત નાઓની સાથે આશરે એકાદ વર્ષથી આડો સંબંધ હોય જેથી કાંતિલાલભાઈએ ગત તારીખ 27/11/2023નાં રોજ સાંજના સમયે સુમનભાઈ દીવાનજીભાઈની દુકાન ઉપર ગયા હતા અને ત્યાં જઈ કહ્યું હતું કે, મારી પત્ની સાથે આડો સંબંધ નહિ રાખતો’ તેવું કહ્યું હતું.

જોકે આ વાત સાંભળી સુમનભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ઉશ્કેરાઈ જઈ કાંતિલાલભાઈને, ‘જેમ ફાવે તેમ ગાળો આપી તેમની દુકાનમાં રાખેલ લાકડું લઈ આવી કાંતિલાલભાઈનાં માથાના કપાળમાં ડાબી આંખની ઉપર એક સપાટો મારી લુહાણ થતાં ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેમણે 108ની મદદથી સોનગઢ સરકારી દવાખાને જઈ સારવાર લીધી હતી. બનાવ અંગે તારીખ 29/11/2023નાં રોજ કાંતિલાલભાઈએ સોનગઢ પોલીસ મથકે સુમનભાઈ ગામીત વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application