Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુણામાં 25 લાખની લોટરીના લાલચમાં મહિલાએ 77 હજાર ગુમાવ્યા

  • December 31, 2021 

પુણા કેનાલ રોડ વિસ્તારમાં રહેતા મહિલાને ભેજાબાજે ફોન રૂપિયા ૨૫ લાખની લોટરી લાગી હોવાનુ કહી અલગ અલગ ચાર્જના બહાને રૂપિયા ૭૭ હજાર મની ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. પુણા પોલીસના જણાવ્યા મુજબ, કેનાલ રોડ અવધુત સોસાયટીમાં રહેતા હીરાબેન સુરેશભાઈ ચાવડા (ઉ.વ.૩૦) નાને ગત તા.૫ નવેમ્બરના રોડ રૂપેશ પાંડે અને વિવેક નામના યુવકે ફોન કરી રૂપિયા ૨૫ લાખની લોટરી લાગી હોવાની હોવાનુ કહી લોટરીના પૈસા મેળવવા માટે અલગ અલગ ચાર્જના બહાને ગત તા.૫ ઓક્ટોબરથી તા.૮ ઓક્ટબરના સમયગાળામાં વિવેક નામના બેન્ક એકાઉન્ટમાં કુલ રૂપીયા ૭૭,૨૦૦/- મની ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા ચુકવી આપ્યા બાદ પણ લોટરીના પૈસા નહી મળતા હીરાબેનને ખ્યાલ આવી ગયો તે તેમની સાથે ઠગાઈ કરવામાં આવ છે અને આ અંગ પરિવારના સભ્યોને વાત કર્યા બાદ ગતરોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application