જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોની કાર્યવાહી યથાવત્ છે. કૂપવારામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 4 આતંકીઓને ઠાર મરાયાની માહિતી મળી રહી છે. અહેવાલ અનુસાર અમુક દિવસ પહેલાં જ કાશ્મીરમાં સુરક્ષા દળોએ 5 આતંકીઓને ઠાર માર્યા હતા. તેની સાથે જ એક સપ્તાહમાં અત્યાર સુધી કુલ 9 આતંકીઓને ઠાર મરાયા છે. જોકે હવે ભારતીય સેના અને પોલીસનાં સંયુક્ત અભિયાનમાં વધુ 4 ઘૂસણખોરોને ઠાર મરાયાની માહિતી મળી છે.
જોકે ગતરોજ જમ્મુ-કાશ્મીરની પોલીસની વિશેષ તપાસ યુનિટે અનંતનાગ જિલ્લામાં લશ્કર-એ-તોયબાના એક આતંકવાદીનાં સહયોગીના ઘરને ટાંચમાં લીધું હતું. પોલીસનાં એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુનિટે આતંકીઓને શરણ આપવા અને તેમને રેશન ઉપલબ્ધ કરાવનાર વિરુદ્ધ કાર્યવાહીને ચાલુ રાખતાં સુબહાનપુરા બિજબેહરા વિસ્તારમાં આતંકીઓનાં સહયોગીનું મકાન ટાંચમાં લીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application