વિશ્વની અગ્રણી IT કંપની માઇક્રોસોફ્ટે 1 હજાર લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જુલાઇ પછી આ ત્રીજો પ્રસંગે છે જેમાં કંપનીએ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. માઇક્રોસોફ્ટ પાસે કુલ 1.80 લાખ કર્મચારીઓ છે. જુલાઇ પછી કંપનીએ એક ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા છે. માઇક્રોસોફ્ટનાં જણાવ્યા અનુસાર, અમે અમારી બિઝનેસ પ્રાથમિકતાઓની નિયમિત રીતે સમીક્ષા કરીએ છીએ જેના આધારે કર્મચારીઓની સંખ્યા અંગે નિર્ણય લેવામાં આવે છે. જુલાઇની છટણી પછી કંપનીએ પોતાના એક કસ્ટમર ફોકસ્ડ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાંથી 200 કર્મચારીઓને કાઢી મૂક્યા છે.
જોકે તાજેતરનાં દિવસોમાં વૈશ્વિક આર્થિક કટોકટી અને મંદીના ભયે અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસો વધુ મુશ્કેલભર્યા હોઇ શકે છે. અમેરિકામાં મોટી ટેકનોલોજી કંપનીઓએ કુલ 32 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ કંપનીઓમાં માઇક્રોસોફ્ટ પણ સામેલ છે. ઇન્ટેલ પણ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application