કુકરમુંડાના મોદલા(ચિખલીપાડા) માં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. લોખંડની હાથોડીના ઘા મારી પત્નિની હત્યા કરી નાંખી છે. જોકે પતિએ પણ ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર તા.14મી મે નારોજ કુકરમુંડાના ચીખલીપાડા માં રહેતો 45 વર્ષીય ભરતભાઈ ફતેસિંગભાઈ પાડવી અને 42 વર્ષીય પત્નિ સીતાબેન ભરતભાઈ પાડવી બંને જણા મોદલા(ચીખલપાડા) ગામની સીમમાં આવેલ શેરડીના ખેતરે કામ કરવા ગયેલ હોય ત્યારે પત્નિ ના કોઈક બીજા સાથે આડા સબંધ હોવાનો શક વહેમ રાખી પત્ની સાથે તકરાર કરી પત્નીને માથાના કપાળના ભાગે લોખંડની હથોડીથી જીવલેણ ઈજાઓ પહોંચાડતા પત્નીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું .
જોકે પતિ ભરત પાડવીએ પણ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન ભરતનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે કુલદીપભાઈ ભરતભાઈ પાડવીની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.(મનિષા સૂર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500