એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલ, આહવા ખાતે તા.૧૪મી સપ્ટેમ્બરે "હિન્દી દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન શાળાના ધોરણ ૭ થી ૧૦ના વિદ્યાર્થીઓએ હિન્દી ભાષામાં નાટક, સંત કબીર, સંત તુલસીદાસ, સંત રહીમના દોહા, સમુહ નૃત્ય તેમજ વૈવિધ્યસભર હિન્દી ગીતો રજુ કર્યા હતાં. કાર્યક્રમમાં શાળાના ધોરણ ૬થી ૧૨ના સાયન્સ અને કોમર્સના તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા. દરમિયાન "હિન્દી દિવસ"ના મહત્વ વિશેની જાણકારી શાળાના શિક્ષક દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાઆચાર્યા તથા વાઈસ પ્રિન્સિપાલને કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને, બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે તમામને "હિન્દી દિવસ"ની શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025